ગડકરી અને હરદીપ પુરીએ, દેશની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ કરી
- ગડકરીએ કહ્યું, પ્રદૂષણ ઘટશે, આયાત પર નિર્ભરતા ઘટશે. નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.). કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી સાથે મળીને, અહીં ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ કરી.
ગડકરી અને હરદીપ પુરીએ, દેશની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ કરી


- ગડકરીએ કહ્યું, પ્રદૂષણ ઘટશે, આયાત પર નિર્ભરતા ઘટશે.

નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.). કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી સાથે મળીને, અહીં ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ કરી. આ પહેલ મારુતિ સુઝુકી દ્વારા લેવામાં આવી હતી.

ગડકરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો ઉત્સર્જન ઘટાડશે, ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઘટાડશે અને આશરે ₹1.44 લાખ કરોડની વિદેશી હૂંડિયામણ બચત કરશે. આ સિદ્ધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ, ટકાઉ અને આત્મનિર્ભર ગતિશીલતાના વિઝન સાથે સુસંગત છે.

તેમણે કહ્યું કે, આ પહેલ બાયોફ્યુઅલને પ્રોત્સાહન આપશે, ખેડૂતોને ટેકો આપશે, ગ્રામીણ ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને રોજગારીની તકોનું સર્જન કરશે. પરિવહન ક્ષેત્ર પ્રદૂષણમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવે છે, અને તેને ઘટાડવું સરકાર માટે પ્રાથમિકતા છે. દિલ્હી જેવા શહેરોમાં લોકો વાયુ પ્રદૂષણના ખરાબ પ્રભાવોથી સારી રીતે વાકેફ છે, અને નક્કર પગલાં લેવા જરૂરી છે.

ગડકરીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, હરદીપ સિંહ પુરીની ખાસ પહેલ અને મારુતિ સુઝુકી જેવી કંપનીઓના સહયોગથી, ભારતે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande