તાલાલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદીવસિય પાટોત્સવ સંપન્ન, હરી ભક્તોએ સંત પારાયણ નો ત્રણ દિવસ અમુલ્ય ધર્મલાભ લીધો
સોમનાથ,04 જૂન (હિ.સ.) પાવન પુરુષોત્તમ માસ દરમિયાન ગીરના પાટનગર તાલાલા શહેરમાં આવેલ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય સંત પારાયણ તથા મંદિરનો 12 મો પાટોત્સવ ભારે ભક્તિભાવ પૂર્વક યોજાયો હતો.. સંત પારાયણ ની વ્યાસપીઠ ઉપરથી સોમપ્રકાશ સ્વામી
તાલાલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં


સોમનાથ,04 જૂન (હિ.સ.) પાવન પુરુષોત્તમ માસ દરમિયાન ગીરના પાટનગર તાલાલા શહેરમાં આવેલ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય સંત પારાયણ તથા મંદિરનો 12 મો પાટોત્સવ ભારે ભક્તિભાવ પૂર્વક યોજાયો હતો.. સંત પારાયણ ની વ્યાસપીઠ ઉપરથી સોમપ્રકાશ સ્વામીજી(ભાવનગર)એ ભકતોને પારાયણ નાં વિવિધ ધાર્મિક પ્રસંગોથી અવગત કરી તેમનો મહિમા સમજાવ્યો હતો..

સ્વામીજીએ પવિત્ર પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ હોય પુનિત માસ દરમ્યાન જપ-તપ કરવા અપીલ કરી... સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ઉત્સવો ઉજાગર કરી સ્વામીજીએ હરિભક્તોને રસ તરબોળ કર્યા હતા.

તાલાલા નગર તથા ગ્રામ્ય વિસ્તારના અગણિત હરિભક્તોએ સંત પારાયણ નો ત્રણ દિવસ ધર્મલાભ લીધો હતો.સંત પારાયણ પૂર્ણાહુતિ પ્રસંગે ધાર્મિક સેવામાં પ્રદાન આપનાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્રિ દિવસીય ધાર્મિક ઉત્સવ સફળતાપૂર્વક દીપી ઊઠે માટે સાધુ અખંડ ચિંતનદાસ તથા સાધુ પરમ નિલયદાસ ના માર્ગદર્શન સાથે સ્વામીનારાયણ મંદિરના અગ્રીમ હરિભક્તો,યુવક મંડળ તથા મહિલા સત્સંગ મંડળે સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુ રામે કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande