તાલાલામાં જલારામ મંદિરે ૪૦૦ કિલો કેસર કેરીનો અલૌકિક મનોરથ યોજાયો
ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં આવેલ જલારામ મંદિરમાં સંત શિરોમણી વંદનીય પૂ.જલારામ બાપાના સાનિધ્યમાં ભક્તિભાવપૂર્વક ૪૦૦ કિલો કેસર કેરીનો અલૌકિક મનોરથ યોજાયો હતો..આ પ્રસંગે જલારામ બાપાના ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મનોરથ
તાલાલામાં જલારામ મંદિરે ૪૦૦


ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં આવેલ જલારામ મંદિરમાં સંત શિરોમણી વંદનીય પૂ.જલારામ બાપાના સાનિધ્યમાં ભક્તિભાવપૂર્વક ૪૦૦ કિલો કેસર કેરીનો અલૌકિક મનોરથ યોજાયો હતો..આ પ્રસંગે જલારામ બાપાના ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મનોરથ દર્શનનો લાભ લીધો હતો.

આંબા મનોરથ નિમિત્તે અંદાજે ૪૦૦ કિલો કેસર કેરી પૂ.જલારામ બાપાને અર્પણ કરવામાં આવી હતી.આ ઉપરાંત જલારામ મહિલા મંડળ તથા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ભજન-કીર્તન,સત્સંગ નાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ સાંજે પૂ.જલારામ બાપાની મહાઆરતી યોજાઇ હતી જેમાં અગણિત જલારામબાપા નાં ભાવિકો અને સેવકોએ શ્રદ્ધાભેર ભાગ લઈ અમુલ્ય ધર્મલાભ લીધો હતો.અંતમા સમુહ પ્રસાદી નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંદાજે ૬૦૦ થી વધુ ભાવિકોએ પ્રસાદીરૂપે ભોજન લીધું હતું.ધાર્મિક કાર્યક્રમને સંપૂર્ણ સફળતા અપાવવા જલારામ મંદિર નાં પ્રમુખ પરેશભાઈ રાયચુરા ના માર્ગદર્શન હેઠળ સમાજનાં યુવાનો તથા સેવાભાવી કાર્યકરોએ જબરી જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande