વેરાવળ બંદર વિસ્તારના ગાર્ડની ઈમાનદારી: રસ્તા પરથી રૂ.50 હજારની રોકડ મળતા મુળ માલિકને સોંપી આપી
ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) વેરાવળ બંદર વિસ્તારમાં ફરજ બજાવતા GISFS ના ગાર્ડ ની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠા નો અનોખો દાખલો પૂરો પાડયો છે. તેમણે રસ્તા પરથી મળેલા રૂા.૫૦ હજાર રોકડ રકમ તેના સાચા માલિક ને પરત કરી હતી. આ ઘટનાને પગલે ગાર્ડનું સન્માન કરવામાં
વેરાવળ બંદર વિસ્તારના ગાર્ડની ઈમાનદારી:


ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) વેરાવળ બંદર વિસ્તારમાં ફરજ બજાવતા GISFS ના ગાર્ડ ની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠા નો અનોખો દાખલો પૂરો પાડયો છે. તેમણે રસ્તા પરથી મળેલા રૂા.૫૦ હજાર રોકડ રકમ તેના સાચા માલિક ને પરત કરી હતી. આ ઘટનાને પગલે ગાર્ડનું સન્માન કરવામાં આવ્યું હતું.

વેરાવળ બંદર ના ઇન્ચાર્જ પોર્ટ ઓફિસર હિરેન સોંદરવા એ જણાવેલ કે, ગત તા.૩૦ મે શનિવારે સવારના સમયે બંદર રોડ પર ફરજ પર રહેલા GISFS ગાર્ડ મનસુખ એમ. મહિડા (બકલ નં. ૧૨૭૩૫) ને ૫૦૦ ની નોટોના બંડલ સ્વરૂપે રોકડ રકમ મળી હતી. તપાસ કરતા તેમાં કુલ ૫૦ હજાર હોવાનું જાણવા મળ્યું હતું. ગાર્ડ મનસુખભાઈ એ તાત્કાલિક પોતાના શિફ્ટ ઇન્ચાર્જ એસએસઆઈ રામસીભાઈ ચાવડા તથા સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. રકમના મૂળ માલિકને શોધવા માટે બંદર વિસ્તારના માછીમાર સંગઠનો, વેપારીઓ અને બંદર વપરાશકારોને જાણ કરવામાં આવી હતી. શનિવાર અને રવિવાર દરમિયાન વ્યાપક તપાસ છતાં કોઈ વ્યક્તિ દ્વારા રકમ અંગે દાવો કરવામાં આવ્યો ન હતો. પરિણામે, આ રકમ જિલ્લા પોલીસ ના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો.

આ દરમિયાન, GISFSના માનદ વેતન ધારક ગાર્ડ મનસુખ મહિડા ની નિષ્ઠા અને ઈમાનદારી ને બિરદાવવા માટે કચેરી ખાતે તમામ અધિકારી, કર્મચારીઓ અને ગાર્ડ ની હાજરીમાં તેમનું પુષ્પહાર પહેરાવતી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને રૂા.૨૫૦૦ નું રોકડ પ્રોત્સાહન પુરસ્કાર વેરાવળ પોર્ટ ઓફિસર હિરેનભાઈ સોંદરવા તરફથી એનાયત કરવામાં આવ્યું હતું. બીજી તરફ, સોશિયલ મીડિયા મારફતે આ અંગેની જાણ વ્યાપક રીતે પ્રસરી જતા વેરાવળના વેપારી જુબેર એન. ચૌહાણ કચેરીએ હાજર થયા હતા. તેમણે 50 હજારની રકમ પોતાની હોવાનું જણાવી વિવિધ પુરાવા રજૂ કર્યા હતા. આ પુરાવામાં કોલ રેકોર્ડિંગ, લોકેશન વિગતો, જે વેપારીને રકમ ચૂકવવાની હતી તેની કબૂલાત તેમજ અન્ય આધારભૂત પુરાવા નો સમાવેશ થતો હતો. આ પુરાવાઓની ઝીણવટભરી તપાસ બાદ અધિકારીઓને રકમ તેમના માલિકીની હોવાનું સંતોષકારક રીતે જણાયું હતું અને ભવિષ્યમાં કોઈ કાયદાકીય વિવાદ ઊભો ન થાય તે માટે અરજદાર પાસેથી નોટરાઇઝ્ડ બાંહેધરી પત્ર લેવામાં આવ્યું હતું. ત્યારબાદ સાક્ષીઓની હાજરીમાં સંપૂર્ણ રકમ પરત સોંપવામાં આવી હતી. અરજદારે રકમ ગણી ને યોગ્ય હોવાનું જાહેર કર્યું હતું તેમજ રકમ પ્રાપ્ત થયા ની લેખિત પહોંચ પણ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande