
ગીર સોમનાથ, 04 જૂન (હિ.સ.) : 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે કોસ્ટગાર્ડ કેમ્પસ, ઈણાજ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. ઈણાજ ખાતેના કોસ્ટગાર્ડ કેમ્પસ ખાતે સવારે ૧૦.૩૦ કલાકે યોજાનાર કાર્યક્રમમાં 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવશે તેમજ વૃક્ષોના જતન માટે અધિકારીઓ-કર્મચારીઓ અને નાગરિકો સંકલ્પબદ્ધ થશે.
આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, વિમલ ચુડાસમા, ભારતીય તટરક્ષક દળ અને સામાજિક વનીકરણ વિભાગ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ