
પાટણ, 04 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના નોડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) રાજપુર ખાતે 8 જૂનના રોજ સવારે 10 વાગ્યે જિલ્લા કક્ષાના એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમેળામાં જિલ્લાના વિવિધ ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટરના પ્રતિષ્ઠિત એકમો દ્વારા એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવશે.
ITI પાસ ઉમેદવારો માટે ફીટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, COPA, વેલ્ડર અને મિકેનિક ડીઝલ સહિત વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપની તક ઉપલબ્ધ રહેશે. ઉપરાંત બી.કોમ., એમ.બી.એ. અને સાયન્સ ગ્રેજ્યુએટ જેવા નોન-એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ ભાગ લઈ શકશે.
રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રો, માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને જરૂરી દસ્તાવેજોની નકલો સાથે 8 જૂને સવારે 10 વાગ્યે ITI પાટણ (રાજપુર) ખાતે હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ