હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાર વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ
પાટણ, 04 જૂન (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાએ પર્યાવરણ દિવસની પૂર્વે કેમ્પસમાં ચાર મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો. યુનિવર્સિટીમા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાર વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ


પાટણ, 04 જૂન (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાએ પર્યાવરણ દિવસની પૂર્વે કેમ્પસમાં ચાર મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો. યુનિવર્સિટીમાં પાણીની અછત દૂર કરવા માટે 15 લાખ લિટરની પાણીની ટાંકી અને 25 લાખ લિટર ક્ષમતાનું સંપ બનાવવામાં આવ્યું છે. 3.16 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ સુવિધાથી કેમ્પસમાં પાણી પુરવઠો વધુ સુગમ બનશે અને પાણી-વીજળીનો બગાડ ઘટશે.

પાટણની લાંબા સમયથી ચાલતી માંગને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીમાં ‘ગુજરાતી ભવન’ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ચાર જગ્યાઓ મંજૂર કરી છે અને નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ મારફતે ગુજરાતી વિભાગમાં પ્રવેશ મેળવી શકશે. યુવાનોને સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહન આપવા NCC ફાયરિંગ રેન્જ શરૂ કરવામાં આવી છે. મિલિટરી ધોરણો મુજબ તૈયાર કરાયેલી આ રેન્જના પ્રોટેક્શન વોલ પાછળ 6.40 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

આ ફાયરિંગ રેન્જનો લાભ અગ્નિવીર, પોલીસ ભરતી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો તેમજ NCC કેડેટ્સને મળશે. ભવિષ્યમાં રનિંગ ટ્રેક અને જમ્પિંગ પિટ જેવી સુવિધાઓને પણ વધુ આધુનિક બનાવવાની યોજના છે. કાયદા વિભાગમાં પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ B.Com. LL.B. કોર્સ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. BCIમાં દરખાસ્ત અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થતાં યુનિવર્સિટી આ વર્ષથી જ નવો કોર્સ શરૂ કરવા પ્રયાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande