વેરાવળના ડાભોર રોડ સ્થિત જલારામ મંદિરે 251 કિલો કેરીનો 'આંબા મનોરથ ઉત્સવ' ઉજવાયો
ગીર સોમનાથ, 04 જૂન (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ડાભોર રોડ સ્થિત જલારામ મંદિરે 251 કિલો કેરીનો ''આંબા મનોરથ ઉત્સવ'' ઉજવાયો. આ ઉત્સવમાં પૂજ્ય જલારામ બાપા સમક્ષ કેરીઓનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં જલારામ બાપાની મૂર્ત
વેરાવળના ડાભોર રોડ સ્થિત


ગીર સોમનાથ, 04 જૂન (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ડાભોર રોડ સ્થિત જલારામ મંદિરે 251 કિલો કેરીનો 'આંબા મનોરથ ઉત્સવ' ઉજવાયો. આ ઉત્સવમાં પૂજ્ય જલારામ બાપા સમક્ષ કેરીઓનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં જલારામ બાપાની મૂર્તિ સમક્ષ ૨૫૧ કિલો કેરીઓનો વિશેષ શણગાર ગોઠવવામાં આવ્યો હતો. આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મહોત્સવ દરમિયાન ભજન-કીર્તન અને સત્સંગનું આયોજન થયું હતું. બહેનો દ્વારા જલારામ બાપાના ગુણગાન સાથે પરંપરાગત રાસગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા.

સાંજે ઉપસ્થિત તમામ ભક્તો દ્વારા પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી. આ દિવ્ય ઉત્સવમાં વેરાવળ શહેર ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના જલારામ બાપાના ભક્તોએ પરિવાર સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી જલારામ મંદિર, ડાભોર રોડ ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત જલારામ બાપાના ભક્તજનોએ જહેમત ઉઠાવી હતી. આ માહિતી કેવિન કાનાબાર દ્વારા આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande