
જુનાગઢ, 04 જૂન (હિ.સ.) : 5મી જૂન- વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણીના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. જૂનાગઢ શહેરમાં સરોવર પોર્ટિકો હોટલની સામે રેલવે કોલોની ખાતે ૫ જૂન ૨૦૨૬ના રોજ સવારે ૯ કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. જેમાં 'એક પેડ માં કે નામ 3.0' અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવશે. ઉપરાંત જિલ્લામાં ગ્રીન કવર વધે તે માટે સામાજિક વનીકરણ વિભાગ હેઠળની ખડિયા, ડુંગરપુર અને ખોખરડા ખાતાકીય નર્સરી ખાતેથી વિના મૂલ્યે લોકોને ફળાવ, ઔષધીય, છાયાદાર સહિતના વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવશે.
જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણીના હસ્તે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ