ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને, પરમાણુ સામગ્રી ઉત્પાદન સુવિધા કેન્દ્રની મુલાકાત લીધી.
પ્યોંગયાંગ (ઉત્તર કોરિયા)/સિયોલ (દક્ષિણ કોરિયા), નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.) ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉને તાજેતરમાં શરૂ કરાયેલા એક પરમાણુ સામગ્રી ઉત્પાદન સુવિધા કેન્દ્રની મુલાકાત લીધી છે. તેમણે આ અવસરે દેશના પરમાણુ હથિયારોના ભંડારને ઝડ
કદીઘો


પ્યોંગયાંગ (ઉત્તર કોરિયા)/સિયોલ (દક્ષિણ કોરિયા), નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.) ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉને તાજેતરમાં શરૂ કરાયેલા એક પરમાણુ સામગ્રી ઉત્પાદન સુવિધા કેન્દ્રની મુલાકાત લીધી છે. તેમણે આ અવસરે દેશના પરમાણુ હથિયારોના ભંડારને ઝડપથી મજબૂત કરવાનો સંકલ્પ લીધો છે. કિમની સાથે પાર્ટીના મુખ્ય અધિકારીઓ પણ હતા. આ માહિતી ગુરુવારે સરકારી મીડિયા કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ) એ આપી. કેસીએનએ એ, આ સ્થળનો ખુલાસો કર્યો નથી.

દક્ષિણ કોરિયાના અખબાર 'ધ કોરિયા ટાઈમ્સ' એ પોતાના અહેવાલમાં કેસીએનએ અને દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને આ ઘટનાક્રમની ચર્ચા કરી છે. સિયોલમાં સંરક્ષણ મંત્રાલયની પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું છે કે, આ સુવિધા કેન્દ્ર યુરેનિયમ સંવર્ધન સ્થળ હોઈ શકે છે. આ સમયે ઉત્તર કોરિયાના યોંગબ્યોન, કાંગસોન અને કુસોંગમાં યુરેનિયમ સંવર્ધન સુવિધા કેન્દ્રો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, કિમ જોંગ-ઉને કોઈ ચોથા સુવિધા કેન્દ્રની મુલાકાત લીધી છે કે, કેમ તે સ્પષ્ટ નથી.

કિમે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર કોરિયાની પરમાણુ સામગ્રી ઉત્પાદન ક્ષમતા બમણાથી પણ વધુ થઈ ગઈ છે. આ સંભવિત ખતરા અને અણધારી લાંબા ગાળાની કટોકટીના સમય માટે મહત્વપૂર્ણ છે. તેમણે સંકેત આપ્યો કે, પ્યોંગયાંગનો પોતાની પરમાણુ મહત્વાકાંક્ષાથી પીછેહઠ કરવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે, નવું કેન્દ્ર દેશની પરમાણુ ક્ષમતાને ઝડપથી ઉન્નત કરવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2024માં ઉત્તર કોરિયાએ પહેલીવાર પોતાની યુરેનિયમ સંવર્ધન સુવિધાનો ખુલાસો કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande