વજેપર જીરૂ ચોરી કેસનો રાપર પોલીસે કર્યો ભેદ ઉકેલ: બે આરોપી ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 04 જૂન (હિ.સ.) : રાપર તાલુકાના વજેપર ગામમાં થયેલી જીરૂ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી રાપર પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. ગણતરીના દિવસોમાં જ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીના મુદ્દામાલ સહિત કુલ રૂ. 1.86 લાખથી વધુની કિંમતનો માલસામાન
વજેપર જીરુ ચોરી કેસના આરોપીઓ


વજેપર જીરુ ચોરી કેસના aaeopio


કચ્છ, 04 જૂન (હિ.સ.) : રાપર તાલુકાના વજેપર ગામમાં થયેલી જીરૂ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી રાપર પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. ગણતરીના દિવસોમાં જ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીના મુદ્દામાલ સહિત કુલ રૂ. 1.86 લાખથી વધુની કિંમતનો માલસામાન કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, 28 મે 2026ના રોજ વજેપર ગામ સ્થિત એક ગોડાઉનમાંથી અજાણ્યા શખ્સોએ 18 બોરી જીરૂની ચોરી કરી હતી. આશરે 1080 કિલોગ્રામ જેટલા જીરૂની કિંમત રૂ. 2.01 લાખથી વધુ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને લઈને રાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

ચોરીના બનાવને ગંભીરતાથી લઈ બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવી માનવ સૂત્રો અને ટેકનિકલ વિશ્લેષણના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન પોલીસને મહત્વની માહિતી મળતા વજેપરના રહેવાસી દિલીપ રમેશભાઈ કોલી (ઉ.વ. 22) અને નવા ત્રમ્બો ગામના હિતેશ નારણભાઈ કોલીની સંડોવણી સામે આવી હતી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પૂછપરછ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ચોરીના 250 કિલોગ્રામ જેટલા જીરૂથી ભરેલી 6 બોરીઓ, રૂ. 80 હજારની રોકડ રકમ તેમજ એક પલ્સર મોટરસાયકલ સહિત કુલ રૂ. 1,86,875નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. ઝા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે ઝડપી અને અસરકારક તપાસ કરીને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને કાયદાના હવાલે કર્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં પણ પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande