વેરાવળના તાતિવેલા ગામે બાળકી પર હુમલો કરનાર દીપડી પાંજરે કેદ થઈ
- હજુ 2 દિવસ પહેલા જ દીપડીએ હુમલો કર્યો હતો - બાળકી હાલ સારવાર હેઠળ, પાંજરે પુરાતા લોકોમાં રાહત પ્રસરી ગીર સોમનાથ, 4 જૂન (હિ.સ.) : વેરાવળ તાલુકાના તાતિવેલા ગામે બે દિવસ અગાઉ ખેતરમાં રાત્રીના સમયે એક દીપડીએ બાળકી પર હુમલો કર્યો હતો, જેને પગલે બાળ
બાળકી પર હુમલો કરનાર દીપડી પાંજરે કેદ


- હજુ 2 દિવસ પહેલા જ દીપડીએ હુમલો કર્યો હતો

- બાળકી હાલ સારવાર હેઠળ, પાંજરે પુરાતા લોકોમાં રાહત પ્રસરી

ગીર સોમનાથ, 4 જૂન (હિ.સ.) : વેરાવળ તાલુકાના તાતિવેલા ગામે બે દિવસ અગાઉ ખેતરમાં રાત્રીના સમયે એક દીપડીએ બાળકી પર હુમલો કર્યો હતો, જેને પગલે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા આ દીપડીને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને અંતે દીપડી પાંજરે પુરાતા લોકોમા રાહત અનુભવાય હતી.

વેરાવળ તાલુકાનાં તાતિવેલા ગામે રવિવારે એક પરિવાર પિકનિક માટે ગયો હતો. પરિવારજનો જ્યારે વાડીએ બેઠા હતા ત્યારે અચાનક દીપડીએ બાળકી પર હુમલો કર્યો હતો અને બૂમાબૂમ થતાં દીપડી નાસી છૂટી હતી. ત્યારબાદ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગોઠવવામાં આવ્યા હતા. લગભગ 48 કલાકથી પણ વધુ સમય બાદ આખરે દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ દીપડીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande