મહેસાણા કોર્ટના સજા પામેલા નાસતા આરોપીને બી-ડિવિઝન પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો
મહેસાણા, 04 જૂન (હિ.સ.)મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા અને કોર્ટ દ્વારા સજા પામેલા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સફળ કામગીરી હાથ ધરી છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાસતા આરોપીઓને શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચનાઓના
મહેસાણા કોર્ટના સજા પામેલા નાસતા આરોપીને બી-ડિવિઝન પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો


મહેસાણા, 04 જૂન (હિ.સ.)મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા અને કોર્ટ દ્વારા સજા પામેલા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સફળ કામગીરી હાથ ધરી છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાસતા આરોપીઓને શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે કોર્ટના સજા વોરંટના કામે નાસતો આરોપી ટી.બી. રોડ વિસ્તારમાં હાજર છે.

બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે સ્થળ પર પહોંચી વોચ ગોઠવી આરોપી સંજયભાઈ નવનિતભાઈ રામી (ઉ.વ. 42), રહેવાસી નાગલપુર, મહેસાણાને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી મહેસાણા કોર્ટના ક્રિમિનલ કેસ નં. 2978/2022માં એક વર્ષની સજા પામેલો હતો અને લાંબા સમયથી ફરાર હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને મહેસાણા જિલ્લા જેલ હવાલે કર્યો હતો. આ સમગ્ર કામગીરી મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande