કડી તાલુકાના વિવિધ ગામોમાં મમતા ડેની કામગીરીની સમીક્ષા, આર.સી.એચ. કાર્યક્રમનું નિરીક્ષણ
મહેસાણા, 04 જૂન (હિ.સ.)કડી તાલુકામાં માતા અને બાળ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન જાસલપુર, ઊંટવા અને રાજપુર-1 ગામોમાં યોજાયેલા મમતા ડે
કડી તાલુકાના વિવિધ ગામોમાં મમતા ડેની કામગીરીની સમીક્ષા, આર.સી.એચ. કાર્યક્રમનું નિરીક્ષણ


મહેસાણા, 04 જૂન (હિ.સ.)કડી તાલુકામાં માતા અને બાળ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન જાસલપુર, ઊંટવા અને રાજપુર-1 ગામોમાં યોજાયેલા મમતા ડે કાર્યક્રમની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન ડો. પ્રજાપતિએ આરોગ્ય કર્મચારીઓ દ્વારા જાળવવામાં આવતા વિવિધ રેકોર્ડ અને રજિસ્ટરોની ચકાસણી કરી હતી. માતા અને બાળકના આરોગ્ય સંબંધિત વિગતો, રસીકરણની કામગીરી, ગર્ભવતી મહિલાઓની નોંધણી તેમજ આરોગ્ય સેવાઓના અમલીકરણ અંગે માહિતી મેળવી હતી. સાથે જ આરોગ્ય વિભાગના નિયમો અને માર્ગદર્શિકા મુજબ કામગીરી થઈ રહી છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત પ્રજનન અને બાળ આરોગ્ય (RCH) કાર્યક્રમના અમલીકરણ અંગે વિગતવાર રિવ્યૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતી સેવાઓ, બાળકોના રસીકરણ અને આરોગ્ય સંભાળ સંબંધિત કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ મુલાકાતનો મુખ્ય હેતુ આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવાનો અને સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરવાનો હતો. આરોગ્ય કર્મચારીઓને કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande