રાજ્યકક્ષા હોમગાર્ડ તાલીમ કેમ્પમાં વાપી યુનિટના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
મહેસાણા, 04 જૂન (હિ.સ.)પ્રાદેશિક હોમગાર્ડ તાલીમ કેન્દ્ર, સુંઢિયા (વડનગર) ખાતે આયોજિત રાજ્યકક્ષા પુરુષ હોમગાર્ડઝ તાલીમ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. તા. 23/05/2026 થી 03/06/2026 દરમિયાન યોજાયેલા આ તાલીમ કેમ્પમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી હોમગાર્ડ
રાજ્યકક્ષા હોમગાર્ડ તાલીમ કેમ્પમાં વાપી યુનિટના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો


મહેસાણા, 04 જૂન (હિ.સ.)પ્રાદેશિક હોમગાર્ડ તાલીમ કેન્દ્ર, સુંઢિયા (વડનગર) ખાતે આયોજિત રાજ્યકક્ષા પુરુષ હોમગાર્ડઝ તાલીમ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. તા. 23/05/2026 થી 03/06/2026 દરમિયાન યોજાયેલા આ તાલીમ કેમ્પમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી હોમગાર્ડ જવાનો જોડાયા હતા.

આ તાલીમ કેમ્પમાં વલસાડ જિલ્લાના વાપી યુનિટના ત્રણ સભ્યોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન હોમગાર્ડ જવાનોને શારીરિક ક્ષમતા વિકાસ, શિસ્ત, કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગેની તાલીમ, આપત્તિ વ્યવસ્થાપન, બચાવ કામગીરી તેમજ વિવિધ સુરક્ષા સંબંધિત વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન ભાગ લેનાર સભ્યોએ વિવિધ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક સત્રોમાં સક્રિય રીતે ભાગ લઈ પોતાની કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો કર્યો હતો. રાજ્યકક્ષા પર યોજાતા આવા તાલીમ કેમ્પો હોમગાર્ડ જવાનોને વધુ સક્ષમ અને જવાબદાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

વાપી યુનિટના ત્રણેય સભ્યોએ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના યુનિટ અને જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે. તેમની આ સિદ્ધિ બદલ સહકર્મીઓ અને અધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તાલીમથી પ્રાપ્ત થયેલ અનુભવ ભવિષ્યમાં જાહેર સુરક્ષા અને સેવા ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી કરવામાં મદદરૂપ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande