પોરબંદરમાં એમએસએમઈ અને નિકાસકારો માટે વિશેષ નેટવર્કિંગ સેમીનાર યોજાયો.
પોરબંદર, 04 જૂન (હિ.સ.)કેન્દ્ર સરકારની ‘રેમ્પ’ (RAMP) યોજના અંતર્ગત MSME મંત્રાલય, આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હોલ ખાતે MSME એકમો અને ન
પોરબંદરમાં MSME અને નિકાસકારો માટે વિશેષ નેટવર્કિંગ સેમીનાર યોજાયો.


પોરબંદરમાં MSME અને નિકાસકારો માટે વિશેષ નેટવર્કિંગ સેમીનાર યોજાયો.


પોરબંદરમાં MSME અને નિકાસકારો માટે વિશેષ નેટવર્કિંગ સેમીનાર યોજાયો.


પોરબંદરમાં MSME અને નિકાસકારો માટે વિશેષ નેટવર્કિંગ સેમીનાર યોજાયો.


પોરબંદર, 04 જૂન (હિ.સ.)કેન્દ્ર સરકારની ‘રેમ્પ’ (RAMP) યોજના અંતર્ગત MSME મંત્રાલય, આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હોલ ખાતે MSME એકમો અને નિકાસકારો માટે વિશેષ નેટવર્કિંગ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરના સાહસિકોએ પૂર્વ આફ્રિકાના અનેક દેશોના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે નવી પેઢીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સાહસિકતા, મહેનત અને નવીનતા અપનાવવા અપીલ કરતાં જણાવ્યું કે યુવાનોમાં કંઈક કરી બતાવવાની ધગશ જાગૃત કરવી આ સમયની જરૂરિયાત છે.

તેમણે સુરત, મોરબી, ભાવનગર અને અમરેલીના ઉદ્યોગસાહસિકો તથા ખેડૂતોના ઉદાહરણો આપતાં જણાવ્યું કે સંકલ્પ અને પરિશ્રમથી જ વિકાસ શક્ય બને છે. પોરબંદરના વિકાસ માટે સ્થાનિક લોકો અને યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે પોરબંદરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. આગામી 14 અને 15 જૂને ઇન્ડેક્સ-બી અને ઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ફર્નિચર એક્સપોમાં ફર્નિચર નિકાસકારો ભાગ લેશે, જેનાથી સ્થાનિક ઉદ્યોગોને નવી તકો પ્રાપ્ત થશે.

આ પ્રસંગે ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સપર્ટ તથા KSUN ઇન્ટરનેશનલના ડિરેક્ટર હિરેન ભાટીયાએ નિકાસ ક્ષેત્રના નવા આયામો, વૈશ્વિક વેપારની તકો અને નિકાસ પ્રક્રિયાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી વ્યૂહરચનાઓ અને વ્યવસાયિક સંભાવનાઓ અંગે માહિતગાર કર્યા હતા.

ઉલ્લેખનીય “નિકાસ ક્ષેત્રે વૈશ્વિક તકો મેળવવાની સુવર્ણ તક” થીમ આધારિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓને વૈશ્વિક બજારો સાથે જોડવાનો તેમજ નિકાસ ક્ષેત્રે ઉપલબ્ધ તકો અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન “તટીય ગુજરાતમાંથી નિકાસની તકો અને સંભાવનાઓ” વિષય પર વિશેષ ચર્ચા યોજાઈ હતી. મરીન ઉત્પાદનો, સી-વીડ, કૃષિ આધારિત ઉત્પાદનો, ફૂડ પ્રોસેસિંગ અને મિનરલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ ઇવેન્ટ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થઈ હતી. અને કાર્યક્રમનું સંચાલન જીગર પંડ્યાએ કયું હતું.

કાર્યક્રમમાં પોરબંદર યુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુમિતભાઈ સલેટ,સંયુક્ત ઉદ્યોગ કમિશનર ડી.આર. પરમાર, અગ્રણી ઉદ્યોગસાહસિક પદુભાઈ રાયચુરા, જતીનભાઇ હાથી, કરશનભાઈ સલેટ,વિજય ઉનડકટ, દિવ્યેશભાઈ સોઢા, દિલીપ ગાજરા, નવઘણ મોઢવાડીયા, લાખનશી ગોરાણીયા,અનિલભાઈ કારિયા, સુરેશ રાયઠઠ્ઠા, ટી.કે કારિયા, લખન મોઢવાડીયા, ધર્મેશ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande