
પોરબંદર, 04 જૂન (હિ.સ.)રાજ્યના યુવાનો આર્મી/ એરફોર્સ/ નેવી/ અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી પોરબંદર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા 30બદિવસના તદ્દ્ન નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગનું(રહેવા તથા જમવાની સગવડ સાથે) આગામી સમયમાં આયોજન કરવામાં આવનાર છે.
આ તાલીમમાં ફિઝીકલ તથા લેખીત પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે, તો આ પૂર્વ અયોજનનાં ભાગરૂપે તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા પોરબંદર જિલ્લાના પુરૂષ ઉમેદવારોને જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર ખાતે રૂબરૂ આવી તા.15/06/2026 સુધીમાં અરજી કરવા જિલ્લા રોજગાર કચેરી પોરબંદર દ્વારા જણાવવામાં આવ્યુ છે.
તાલીમમાં જોડાવવા માટેની ઉમેદવાર ધો - 10માં 45% સાથે અથવા ધો. - 12માં 50% સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. તેમજ તેની ઉંમર 17.5 વર્ષ થી 23 વર્ષ અને શારીરિક યોગ્યતામાં ઉંચાઈ – 162 સે.મી., વજન - 50કિલોગ્રામ, છાતી - ફુલાવ્યા વગર 77સે.મી. અને ફુલાવેલ 82સે.મી. હોવી જોઈએ
શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ-અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૂપ ફિઝીકલ તથા લેખીત તાલીમ આપવામાં આવશે. અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરિક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya