
પોરબંદર, 04 જૂન (હિ.સ.)રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,પોરબંદર દ્વારા સંચાલિત યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના યુવાનો અને યુવતીઓ તેમની શક્તિઓને યોગ્ય માર્ગે વાળી સમાજ ઉપયોગી કાર્યો, પ્રવૃતિઓ પાછળ યુવા શક્તિનો વિકાસ થાય અને નેતૃત્વ શક્તિ વિકસે અને તેમની સાથે જ માનસિક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં યોગનું આદીકાળથી વિશિષ્ટ પ્રદાન છે. યોગાસનથી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમનામાં રોગ પ્રતિકારક શક્તિનો ઉદ્ભવ થાય તેમજ નીરોગી જીવન જીવી શકે તે હેતુ થી રાજ્યના તમામ જીલ્લામાં જનરલ જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કુલ -4 (દિવસ) માટે હાથ ધરવામાં આવનાર છે.
પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા.31/12/2026 ધ્યાને રાખતા 15 થી 35 વર્ષના 60 યુવક યુવતીઓ માટે જનરલ જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન માહે જુન/જુલાઈ- 2026 માં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પોરબંદર દ્વારા હાથ ધરનાર છે. ઉક્ત શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે ફોર્મ મેળવી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ”ગાંધી સ્મૃતિભવન”,કનકાઈ માતાજીના મંદિર પાસે,ચોપાટી રોડ,પોરબંદર ખાતે તા.10/06/2026 બપોરે 12:30 વાગ્યા સુધીમાં જમા કરાવવાનું રહેશે.સમયમર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya