ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા પીએસઆઈ સસ્પેન્ડ
- ગોપાલભાઈના ઘરે સમાધાન કરવા પહોંચેલા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ અમદાવાદ, 04 જૂન (હિ.સ.) : અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે દિવ્યાંગ વેપારીને ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપો લાગ્યા હતા. સમગ્ર ઘટના બાદ મહિલા પીએસ
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા પીએસઆઈ સસ્પેન્ડ


- ગોપાલભાઈના ઘરે સમાધાન કરવા પહોંચેલા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ

અમદાવાદ, 04 જૂન (હિ.સ.) : અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે દિવ્યાંગ વેપારીને ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપો લાગ્યા હતા. સમગ્ર ઘટના બાદ મહિલા પીએસઆઈ પોતે પીડિત પ્રજ્ઞાચક્ષુ વેપારીના ઘરે પહોંચી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હોવાના દ્રશ્યો ઘણાં જ વાયરલ થયો હતો. સમાધાન કરવા પીડિતના ઘરે પહોંચેલા પીએસઆઈ મેડમ મીડિયાને જોઈને ભાગતા દેખાયા હતા.

આ કેસમાં પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલ દરજીને ઢોર માર મારનારા મહિલા પીએસઆઈને અંતે ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહિલા પીએસઆઈ માનવતા ભૂલ્યા હોવા છતા માર માર્યાના બીજા દિવસે ભોગ બનનારના ઘરે પહોંચી ગયા હતા અને સમાધાનના પ્રાસો હાથ ધર્યા હતા.આ સમગ્ર મામલાને લઈ ભારે હોબાળો થતા અંતે પોલીસે ચાર દિવસ બાદ મહિલા PSI સામે પગલાં લેવા પડ્યા છે.

અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી ગોપાલ દરજી નામના એક પ્રજ્ઞાચક્ષું દિવ્યાંગ કેબીન ચલાવી ગુજરાન ચલાવે છે. જેઓએ પોતાની કેબિનમાં પેકેટ ચોરી થતી હોવાની આશંકાએ એક સગીરનો હાથ ખેંચ્યો હતો. જે દરમિયાન સગીરના હાથમાં ઇજા થઈ હતી. જે મામલો બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ દિવ્યાંગ સાથે અમાનવીય વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે.

સગીરે ઘટના બાબતે તેના પિતાને જાણ કરતા તેઓ કેબીન પર આવી પહોંચ્યા હતા અને મને ગાળો આપી હતી. ત્યારબાદ સગીરના પિતાએ તેમના પત્નીને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

ગોપાલ દરજીએ જણાવ્યું હતું કે, મને પોલીસ સ્ટેશન લઈ જઈને બેસાડવામાં આવ્યો હતો.મેં માફી માંગી છતાં બાળકના પિતાએ મને ગાળો આપી હતી. વધુમાં જણાવ્યું કે, હું જ્યારે ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે બહારથી એક પીએસઆઈ આવ્યા હતા. તેમને કોઈએ રોક્યા ન હતા. તેને મને લાફા અને લાતો મારી જેથી હું નીચે પડી ગયો હતો. ત્યારબાદ પણ તેને મને લાકડીથી ફટકાર્યો હતો. મેં પોલીસને મારી ફરિયાદ લખવા જણાવ્યું હતું. પરંતુ લખી નહોતી.

ગોપાલ દરજીને માર માર્યા બાદ મહિલા PSI સોનલ રાઠોડ બીજા દિવસે ગોપાલભાઈના ઘરે પહોચી ગયા હતા અને સમાધાનના પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે, પીએસઆઈ સોનલ રાઠોડે પીડિતના પરિવારજનો સમક્ષ કહ્યું કે, ઘર સુધી આવવાનું કારણ શું હોય? હું ગિલ્ટી ફીલ કરું છું એટલે. મારો દીકરો પડી ગયો અને મારો કાન સુજી ગયો. હું તો બહારગામ હતી.

1 જૂનના રોજ બનાવ બન્યા બાદ ગોપાલ દરજી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા પ્રયાસો કર્યા હતા. 3 જૂનના રોજ પોલીસ દ્વારા ગોપાલભાઈનું નિવેદન લેવામાં આવ્યું હતું. આજે ફરી ગોપાલભાઈ ગુજરાત યુનિવર્સિટી સોનલ રાઠોડ સામે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande