સરીગામ બાયપાસ રોડ પર બ્લોક ભરેલો ટ્રક પલટી ગયો, ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
વલસાડ, 04 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લાના સરીગામ બાયપાસ રોડ પર નહેર નજીક બ્લોકથી ભરેલો એક ટ્રક અચાનક બેકાબૂ બની પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રકમાં ભરેલા બ્લોક રસ્તા પર વિખેરાઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્
બ્લોક ભરેલો ટ્રક પલટી


વલસાડ, 04 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લાના સરીગામ બાયપાસ રોડ પર નહેર નજીક બ્લોકથી ભરેલો એક ટ્રક અચાનક બેકાબૂ બની પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રકમાં ભરેલા બ્લોક રસ્તા પર વિખેરાઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રક ચાલક દારૂના નશામાં હોવાનું જણાઈ રહ્યું હતું, જેના કારણે તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને ટ્રક પલટી ગયો હતો. જોકે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાની ઘટના સામે આવી નથી. ઘટનાની જાણ સંબંધિત અધિકારીઓને કરવામાં આવતા તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાવવા અને સ્થિતિ સામાન્ય બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande