ઉનાળામાં ઠંડક, તંદુરસ્તી અને મેદસ્વિતા નિયંત્રણનો દેશી ઉપાય એટલે “સત્તુનું શરબત”
બોટાદ, 04 જૂન (હિ.સ.)ઉનાળાની આકરી ગરમીમાં લોકો ઠંડક મેળવવા માટે બજારમાં મળતાં વિવિધ શરબતો તરફ આકર્ષાય છે પરંતુ આવા પીણાંમાં રહેલી વધુ પડતી ખાંડ અને કૃત્રિમ તત્ત્વો શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આપણા પૂર્વજોની પરંપરાગત અને આરો
સત્તુનું શરબત AI જનરેટર ફોટો


બોટાદ, 04 જૂન (હિ.સ.)ઉનાળાની આકરી ગરમીમાં લોકો ઠંડક મેળવવા માટે બજારમાં મળતાં વિવિધ શરબતો તરફ આકર્ષાય છે પરંતુ આવા પીણાંમાં રહેલી વધુ પડતી ખાંડ અને કૃત્રિમ તત્ત્વો શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આપણા પૂર્વજોની પરંપરાગત અને આરોગ્યવર્ધક ભેંટ સમાન સત્તુનું શરબત એકવાર ફરીથી સ્વાસ્થ્યપ્રેમીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે.

શેકેલા ચણામાંથી તૈયાર થતું સત્તુ માત્ર તાજગી આપતું પીણું જ નથી પરંતુ તે શરીરને અંદરથી ઠંડક આપવાની સાથે વધતી મેદસ્વિતાને નિયંત્રિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આધુનિક જીવનશૈલી અને અનિયમિત ખાણી-પીણીના કારણે વધતી સ્થૂળતાની સમસ્યા વચ્ચે સત્તુનું શરબત એક કુદરતી અને અસરકારક વિકલ્પ તરીકે સામે આવ્યું છે.

સત્તુમાં રહેલા ઉચ્ચ પ્રમાણના પ્રોટીન અને ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. પરિણામે વારંવાર ભૂખ લાગતી નથી અને જંક ફૂડ કે વધુ કેલરીવાળા ખોરાકનું સેવન ઘટે છે. આ રીતે શરીરમાં વધારાની કેલરી જતી અટકે છે અને વજન નિયંત્રણમાં રહે છે. ઉપરાંત, સત્તુ શરીરના મેટાબોલિઝમને સક્રિય રાખવામાં મદદરૂપ બનતું હોવાથી બિનજરૂરી ચરબીના સંગ્રહને પણ નિયંત્રિત કરે છે.

ઉનાળામાં પરસેવાથી શરીરમાં પાણી અને ખનિજ તત્ત્વોની ખોટ સર્જાય છે ત્યારે સત્તુનું શરબત શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખીને ડિહાઇડ્રેશનથી રક્ષણ આપે છે. તે શરીરને તરત ઊર્જા પૂરી પાડે છે અને ગરમીના કારણે થતો થાક, નબળાઈ તથા ચક્કર જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

સત્તુમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્ત્વો ભરપૂર પ્રમાણમાં હોવાથી તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. સાથે જ તે પાચનતંત્રને મજબૂત બનાવી એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં સહાયક બને છે. લો-ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતું હોવાથી ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પણ તે વધુ અનુકૂળ માનવામાં આવે છે.

સત્તુનું શરબત બનાવવાની રીત પણ અત્યંત સરળ છે. એક ગ્લાસ ઠંડા પાણીમાં બે-ત્રણ ચમચી સત્તુ ઉમેરી તેમાં લીંબુનો રસ, વાટેલું શેકેલું જીરું અને સ્વાદ મુજબ મીઠું અથવા સંચળ ભેળવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શરબત તૈયાર કરી શકાય છે.

આમ, ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક, પૂરતું પોષણ, લાંબા સમય સુધી ઊર્જા અને મેદસ્વિતા નિયંત્રણ જેવા ચારેય લાભ એકસાથે મેળવવા હોય તો સત્તુનું શરબત ખરેખર પરંપરા અને આરોગ્યનો અનમોલ સંગમ છે. કૃત્રિમ એસેન્સવાળા શરબતના બદલે આ દેશી પીણું તંદુરસ્ત જીવનશૈલી માટે સકારાત્મક ઉપાય

છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande