કડા ગામે સોલાર પેનલ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા
પાટણ, 04 જૂન (હિ.સ.)વિસનગર તાલુકાના કડા ગામની સીમમાં આવેલા આદિત્ય વારી ગોકુલ સોલારમાંથી થયેલી સોલાર પેનલ અને જનરેટરની ચોરીનો ભેદ બાલીસણા પોલીસે ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કુલ ₹1.88 લાખનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
કડા ગામે સોલાર પેનલ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા


પાટણ, 04 જૂન (હિ.સ.)વિસનગર તાલુકાના કડા ગામની સીમમાં આવેલા આદિત્ય વારી ગોકુલ સોલારમાંથી થયેલી સોલાર પેનલ અને જનરેટરની ચોરીનો ભેદ બાલીસણા પોલીસે ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કુલ ₹1.88 લાખનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બાલીસણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એન. પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપમાં ચોરીનો માલ ભરી ઊંઝાથી પાટણ તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બાલીસણા બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી વાહનને અટકાવ્યું હતું.

તલાશી દરમિયાન વાહનમાંથી સોલાર પેનલ, ગેલ્વેનાઈઝ એંગલો અને જનરેટર મળી આવ્યા હતા. માલ અંગે કોઈ સંતોષકારક પુરાવા રજૂ ન કરી શકતા ત્રણેય ઇસમોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછમાં આરોપીઓએ 1 જૂન, 2026ના રોજ કડા ગામની સીમમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દિનેશજી સોવનજી ઠાકોર, અરવિંદજી હીરાજી ઠાકોર અને સેંધાજી અભુજીની ધરપકડ કરી 4 સોલાર પ્લેટ, 14 એંગલો, એક જનરેટર અને ચોરીમાં વપરાયેલું પિકઅપ ડાલુ સહિત કુલ ₹1,88,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande