પ્રા. આરોગ્ય કેન્દ્ર તુરખાની મુલાકાતે આગેવાનો, આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતાની કરી પ્રશંસા
બોટાદ, 04 જૂન (હિ.સ.)બોટાદ જિલ્લાના તુરખા ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પ્રા.આ.કેન્દ્ર)ની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, તાલુકા પંચાયત સભ્ય કમળાબેન માંગુકિયા તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાએ આરોગ્ય
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિવિધ આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી


બોટાદ, 04 જૂન (હિ.સ.)બોટાદ જિલ્લાના તુરખા ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પ્રા.આ.કેન્દ્ર)ની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, તાલુકા પંચાયત સભ્ય કમળાબેન માંગુકિયા તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાએ આરોગ્ય કેન્દ્રની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કરી લોકો સુધી પહોંચતી સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો.

મુલાકાત દરમિયાન આગેવાનોએ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને આપવામાં આવતી વિવિધ સારવાર સેવાઓ, માતા અને બાળ આરોગ્ય કાર્યક્રમો, રસીકરણ અભિયાન, નિયમિત આરોગ્ય તપાસણીઓ તેમજ સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓના અમલીકરણ અંગે માહિતી મેળવી હતી. આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કેન્દ્રમાં ચાલતી કામગીરી અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.

આગેવાનોએ આરોગ્ય કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓ માટેની વ્યવસ્થાઓ, દવાઓની ઉપલબ્ધતા તેમજ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને કેન્દ્રમાં જાળવવામાં આવતી સ્વચ્છતા અને સુવ્યવસ્થિત વાતાવરણની તેમણે પ્રશંસા કરી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે આરોગ્ય કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ લોકો માટે શ્રેષ્ઠ સેવાઓ આપતા રહેવા અનુરોધ કર્યો હતો.

તાલુકા પંચાયત સભ્ય કમળાબેન માંગુકિયા અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાએ પણ આરોગ્ય કેન્દ્રના સ્ટાફના સમર્પણ અને સેવાભાવને વખાણ્યા હતા. મુલાકાતના અંતે આગેવાનોએ આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓને વધુ ઉત્સાહ સાથે કામગીરી ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ મુલાકાતથી આરોગ્ય કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો અને ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande