એએમએ દ્રારા “અનલોકિંગ ડિઝાઇન પોટેન્શિયલ ફોર એમએસએમઈઝ” વિષય પર એક ખાસ સેમિનાર
અમદાવાદ,04 જૂન (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદ અને ઇન્ડિયા ડિઝાઇન કાઉન્સિલના સહયોગથી એએમએ કેમ્પસ ખાતે “અનલોકિંગ ડિઝાઇન પોટેન્શિયલ ફોર એમએસએમઈઝ” વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
A special seminar on Unlocking Design Potential for MSMEs organized by AMA


અમદાવાદ,04 જૂન (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદ અને ઇન્ડિયા ડિઝાઇન કાઉન્સિલના સહયોગથી એએમએ કેમ્પસ ખાતે “અનલોકિંગ ડિઝાઇન પોટેન્શિયલ ફોર એમએસએમઈઝ” વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

એએમએની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ડૉ. જૈમિન વસાએ ઉપસ્થિત લોકોને સેમિનારના ઉદ્દેશ્યો વિશે માહિતગાર કર્યા હતા અને સહભાગી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ), ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ લીડર્સનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક વૈશ્વિક બજારમાં, વ્યૂહાત્મક ડિઝાઇન હસ્તક્ષેપ નવીનતા, બ્રાન્ડ ઇક્વિટી અને ટકાઉ વ્યવસાય ગ્રોથ માટે એક મહત્વપૂર્ણ ચાલકબળ બની ગયો છે.

ઉદ્યોગના નિષ્ણાતોએ બિઝનેસ વ્યૂહરચનામાં ડિઝાઇનને કેવી રીતે સાંકળવી તે અંગે વિવિધ વિચારો રજૂ કર્યા હતા. પવન સંહકલા (સહ-સ્થાપક, વિવાઆર્ટા ડિઝાઇન એલએલપી) અને અપૂર્વ પાંડે (સહ-સ્થાપક, વિવાઆર્ટા ડિઝાઇન એલએલપી) દ્રારા આધુનિક ડિઝાઇન એપ્લિકેશન્સમાં ઉદ્યોગના અદ્યતન દ્રષ્ટિકોણને લાવવા વિશે વાત કરવામાં આવી હતી. અમિત પોલ (સ્થાપક અને એમડી, ડિઝાઇન એજ કન્સલ્ટન્સી પ્રા. લિ.) દ્રારા કોમર્શિયલ ડિઝાઇન કન્સલ્ટન્સી અને વ્યૂહાત્મક અમલીકરણ અંગેના પોતાના અનુભવી વિચારો જણાવવામાં આવ્યા હતા.

ડૉ. અમિત સિંહા (સિનિયર ફેકલ્ટી અને એક્ટિવિટી ચેરપર્સન, ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન સર્વિસીસ, એનઆઈડી) દ્રારા ડિઝાઇનના જોડાણ પર એક અધિકૃત શૈક્ષણિક અને સંસ્થાકીય દ્રષ્ટિકોણ પૂરો પાડવામાં આવ્યો હતો. શશાંક મહેતા (સ્ટ્રેટેજિક એડવાઇઝર ડિઝાઇન અને એજ્યુકેશન, ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ફેકલ્ટી, એનઆઈડી) દ્રારા ડિઝાઇન શિક્ષણ અને ઔદ્યોગિક એપ્લિકેશન્સને આકાર આપવામાં પોતાની પાયાની નિપુણતા વિશે વાત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande