પાટણમાં નગરસેવકની મધ્યસ્થી બાદ જમીન માલિકે સ્વેચ્છાએ ફેન્સિંગ હટાવી માર્ગ ફરીથી ખુલ્લો કર્યો
પાટણ, 05 જૂન (હિ.સ.) : પાટણના લાલેશ્વર પાર્ક પાછળ ભીલમતી મંદિર તરફ જતા માર્ગ પર ખાનગી જમીનના મુદ્દે વિવાદ સર્જાયો હતો. જમીન માલિક જીગરભાઈ પટેલે જગ્યા પોતાની હોવાનું જણાવી ફેન્સિંગ કરી રસ્તો બંધ કરી દીધો હતો, જેના કારણે સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચા
નગરસેવકની મધ્યસ્થી બાદ જમીન માલિકે સ્વેચ્છાએ ફેન્સિંગ હટાવી માર્ગ ફરીથી ખુલ્લો કર્યો


પાટણ, 05 જૂન (હિ.સ.) : પાટણના લાલેશ્વર પાર્ક પાછળ ભીલમતી મંદિર તરફ જતા માર્ગ પર ખાનગી જમીનના મુદ્દે વિવાદ સર્જાયો હતો. જમીન માલિક જીગરભાઈ પટેલે જગ્યા પોતાની હોવાનું જણાવી ફેન્સિંગ કરી રસ્તો બંધ કરી દીધો હતો, જેના કારણે સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ માર્ગનું આશરે 12થી 18 મહિના પહેલાં નગરપાલિકા દ્વારા રી-સરફેસિંગ કરવામાં આવ્યું હતું. મુદ્દો પ્રકાશમાં આવતા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સક્રિય બન્યા હતા. ત્યારબાદ નગરસેવક નીલમ પટેલે જમીન માલિક સાથે ચર્ચા કરી જાહેર હિતમાં માર્ગ ખુલ્લો રાખવા વિનંતી કરી હતી.

નગરસેવકની મધ્યસ્થી બાદ જમીન માલિકે સ્વેચ્છાએ ફેન્સિંગ હટાવી માર્ગ ફરીથી ખુલ્લો કર્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે આ રસ્તો વર્ષોથી અસ્તિત્વમાં છે અને હવે આ મામલે કોઈ વિવાદ બાકી નથી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande