પ્રધાનમંત્રીએ, સુરહા તાલ દેશનું 100મું રામસર સ્થળ બનવા પર ખુશી વ્યક્ત કરી હતી
નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આવેલા જયપ્રકાશ નારાયણ પક્ષી વિહાર (સુરહા તાલ)ને, દેશના 100મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ ભેજવાળી જમીન અને કુદરતી પર્
લસદ


નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આવેલા જયપ્રકાશ નારાયણ પક્ષી વિહાર (સુરહા તાલ)ને, દેશના 100મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ ભેજવાળી જમીન અને કુદરતી પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

શુક્રવારે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક એક્સ પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, સુરહા તાલ ઘણા યાયાવર અને સ્થાનિક પક્ષીઓનું મુખ્ય નિવાસસ્થાન છે, જે તેના પર્યાવરણીય મહત્વમાં વધારો કરે છે. આ સિદ્ધિએ વૈશ્વિક સ્તરે ભારતના વેટલેન્ડ સંરક્ષણના પ્રયાસોને નવી માન્યતા આપી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભીની ભૂમિના સંરક્ષણ અને કાયાકલ્પ માટે સામુદાયિક ભાગીદારી, વિજ્ઞાન, નવીનતા અને જાહેર જાગૃતિ પર આધારિત પહેલોને મજબૂત કરવામાં આવી છે. આ પ્રયાસો જૈવવિવિધતાનું સંરક્ષણ કરવામાં, પર્યાવરણીય સંતુલન જાળવવામાં અને આવનારી પેઢીઓ માટે હરિયાળું ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં મદદ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande