બોટાદ કલેક્ટરે અલઉ ગામની મુલાકાત લઈ વિકાસકાર્યોની સમીક્ષા કરી
ભાવનગર,05 જૂન (હિ.સ.) બોટાદ જિલ્લાના કલેક્ટરે રાણપુર તાલુકાના અલઉ ગામની મુલાકાત લઈને ગામના વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, આગેવાનો, ગ્રામજનો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે ગામના સર્વાંગી વિકાસ મા
મુલાકાત લેતા કલેક્ટર


ભાવનગર,05 જૂન (હિ.સ.) બોટાદ જિલ્લાના કલેક્ટરે રાણપુર તાલુકાના અલઉ ગામની મુલાકાત લઈને ગામના વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, આગેવાનો, ગ્રામજનો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે ગામના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલા વિવિધ કામોની માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુલાકાત દરમિયાન કલેક્ટરે ગામમાં ચાલી રહેલા તેમજ આગામી સમયમાં હાથ ધરાનાર વિકાસકાર્યો અંગે સરપંચ અને આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગ્રામજનોને મળતી મૂળભૂત સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, રસ્તા, શૈક્ષણિક સુવિધાઓ તેમજ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે માહિતી મેળવી હતી. તેમણે વિકાસકાર્યો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત કલેક્ટરે અલઉ ગામના તલાટી દફતરની પણ તપાસણી કરી હતી. દફતરમાં વિવિધ રેકોર્ડ, દસ્તાવેજો, અરજીઓના નિકાલ અને સરકારી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે તલાટી અને કર્મચારીઓને નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર પહોંચે તે માટે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને રજૂઆતો પણ સાંભળી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે સંબંધિત વિભાગોને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે તંત્ર સતત પ્રતિબદ્ધ છે અને લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે.

આ મુલાકાતથી ગામના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે તેમજ ગ્રામજનો અને તંત્ર વચ્ચે વધુ સારો સંકલન ઉભો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande