જામનગરમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ : મોબાઇલમાં મેચના ભાવ જોઈ દાવ લગાવતો શખ્સ ઝડપાયો
જામનગર, 05 જૂન (હિ.સ.) : જામનગર શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજી સામે પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલ સામે આવેલા જ્યોત હોટલ નજીક જાહેર સ્થળે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ભાવેશ વેણીલાલ કોઠારી નામન
ક્રિકેટ સટ્ટો


જામનગર, 05 જૂન (હિ.સ.) :

જામનગર શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજી સામે પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલ સામે આવેલા જ્યોત હોટલ નજીક જાહેર સ્થળે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ભાવેશ વેણીલાલ કોઠારી નામના શખ્સને ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપી પોતાના મોબાઇલ ફોનમાં ચાલી રહેલી શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની એક દિવસીય ક્રિકેટ મેચના હારજીત તથા રનના ભાવ જોઈને પૈસાની લેતીદેતી સાથે સટ્ટાબાજી કરતો હોવાનું બહાર આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 39,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવમાં કાલાવડ નાકા બહાર રહેતા બાબુભાઈ નામના અન્ય એક વ્યક્તિની સંડોવણી પણ સામે આવી છે, જે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande