
ગીર સોમનાથ 05 જૂન (હિ.સ.) સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા “ઘન કચરા વ્યવસ્થાપન-૨૦૨૬ના અસરકારક અમલીકરણ માટે સ્પેશિયલ કાઉન્સિલ મિટિંગ” યોજવામાં આવી અને વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તા. ૦૫ જૂન થી તા.૧૨ જૂન દરમિયાન શહેરી વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા નાગરિકોમા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ અંગે જાગૃતિ લાવવા માટે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા સૂત્રાપાડા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સ્પેશિયલ કાઉન્સિલ મિટિંગ યોજી અને ઘન કચરા વ્યવસ્થાપન નિયમો – ૨૦૨૬ની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
જેમાં નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘન કચરા વ્યવસ્થાપન નિયમો–૨૦૨૬ અંગે જાગૃતિ લાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતાં તેમજ નાગરિકજનોને બ્લુ અને ગ્રીન ડસ્ટબિનનો ઉપયોગ કરવા અને ડોર ટૂ ડોર વાહનોમાં જ કચરાનો નિકાલ કરવા પ્રેરિત કરવા પણ જાણ કરવામાં આવી હતી.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, ચીફઓફિસર સૂત્રાપાડા નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા સભ્યઓ તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ