
ગીર સોમનાથ 5 જૂન (હિ.સ.) ‘ખેત બચાઓ અભિયાન’ અંતર્ગત તા. ૩૦ જૂન સુધી ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગામોમાં ખેડૂત ગોષ્ઠી સહિતના આયોજન હાથ ધરવામાં આવ્યાં છે. આ અભિયાન અંતર્ગત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીની ઉપસ્થિતિમાં ચાંડૂવાવ આહિર સમાજ વાડી ખાતે ખેડૂત સભા યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં ખેત બચાઓ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત, યુરિયા અને ડી.એ.પી.ની જગ્યા એસ.એસ.પી. અને અન્ય વૈકલ્પિક ખાતરોના ઉપયોગ, નેનો યુરિયા, નેનો ડીએપી, બાયો ફર્ટિલાઇઝરના ઉપયોગ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી ભગીરથ ચૌધરીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ અને ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો.
ઉપરાંત આ અભિયાન થકી ફાર્મર રજિસ્ટ્રી, પી.એમ.કિસાન યોજના તેમજ જુદા જુદા વિષયો અંતર્ગત ખેડૂતો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના સ્થળે પ્રાકૃતિક ખેત પેદાશની જુદી જુદી ખેત સામગ્રી દર્શાવતું અમૃત અહાર કેન્દ્ર, જી.એસ.એફ.સી કંપનીના પ્રતિનિધિ દ્વારા જૂદા-જૂદા ન્યૂ એજ ફર્ટિલાઇઝરના સ્ટોલ તેમજ જીવામૃત અને ઘન જીવામૃતનો લાઇવ ડેમો યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અગ્રણી રાજશીભાઈ જોટવા, વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સદસ્ય-સુપાસી, ચાંડૂવાવના સરપંચ કે.વીકે.ના વૈજ્ઞાનિક, મગફળી સંશોધન કેન્દ્ર ડાયરેક્ટર સી.આઈ.એફ.ટી-સી.એમ.એફ.આર.આઈ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, પ્રોજેક્ટર ડાયરેક્ટર આત્મા અને કૃષિ વિભાગ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ