પીએમ મોદીના સ્વાગતમાં ‘સાયકલ નગરી’ બન્યું સુરત, 5000થી વધુ સાયકલો સાથે અપાયો ગ્રીન સંદેશ
સુરત, 05 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમનને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે તેમનું સ્વાગત માત્ર ભવ્ય જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતું પણ બન્યું છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડ
गुजरात के गृह राज्य मंत्री हर्ष संघवी सहित कई गणमान्य व्यक्तियों ने  साइकिल चलाकर पर्यावरण संरक्षण का संदेश देते हुए


સુરત, 05 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમનને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે તેમનું સ્વાગત માત્ર ભવ્ય જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતું પણ બન્યું છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઈન્ડોર સ્ટેડિયમ સુધી હજારો લોકો સાયકલ લઈને નીકળ્યા હતા, જેના કારણે સમગ્ર શહેર જાણે ‘સાયકલ નગરી’માં પરિવર્તિત થઈ ગયું હતું.

આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવોએ સાયકલ ચલાવીને પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. આ વિશાળ સાયકલ રેલીમાં 5000થી વધુ સાયકલો જોડાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. સામાન્ય નાગરિકોથી લઈને શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, ડાયમંડ ઉદ્યોગકારો, વિવિધ સમાજોના આગેવાનો અને રાજકીય નેતાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ આયોજનનો મુખ્ય હેતુ માત્ર વડાપ્રધાનનું સ્વાગત કરવાનો નહોતો, પરંતુ ‘મિશન લાઈફ’ અને ‘ફિટ ઈન્ડિયા’ જેવા અભિયાનોને જનજન સુધી પહોંચાડવાનો પણ હતો. સાયકલના ઉપયોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને પ્રદૂષણ ઘટાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

રેલી દરમિયાન રસ્તાઓ પર ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. લોકો પર્યાવરણ બચાવવાના સંદેશાવાળા પ્લેકાર્ડ સાથે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં એકતા, રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

એક તરફ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત અને બીજી તરફ ગ્રીન ઈન્ડિયાનો સંદેશ... સુરતીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ માત્ર વિકાસમાં જ નહીં, પરંતુ પર્યાવરણ જાગૃતિમાં પણ દેશ માટે પ્રેરણારૂપ બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande