
જુનાગઢ 5 જૂન (હિ.સ.)
ભુસ્તરશાસ્ત્રી, જૂનાગઢ ની કચેરી ના ફિલ્ડ સ્ટાફ જેમાં રોયલટી ઇન્સ્પેક્ટર જયદીપ ગેડીયા, હમીદ વિસર સર્વેયર,માઇન્સ સુપરવાઈઝર સાગર ચૌહાણ તેમજ સિક્યોરિટી ટીમ દ્વારા તા.04/06/2026 ના રોજ ચેકિંગ/તપાસ ની કામગીરી દરમિયાન મોજે. શાપુર, વંથલી, તા.વંથલી, જી.જૂનાગઢ ખાતે વાહન થી
(1) ટ્રક નં.GJ-13-AW-8532
(૨)ટ્રક નં. GJ-03-BW-4204
(3)ટ્રક નં. GJ-08-AU-1586
(4)ટ્રક નં. GJ-13-AT-7116
(5)ટ્રક નં. GJ-16-AU-5526
(6)ટ્રક નં GJ-13-AW-0100
(7)ટ્રક નં GJ-36-X-2010
(8)ટ્રક નં GJ-08-AU-5544
(9)ટ્રક નં GJ-11-VV-9080
માં સાદી રેતી ખનીજનું બીનઅધિકૃત (રોયલ્ટી પાસ વગર ) વહન કરતા જપ્ત કરવામાં આવેલ છે.
તેમજ સદરહુ સવાલવાળી જગ્યા પર અનઅધિકૃત કામમાં ઉપયોગ લેવાતું લોડર નં - (10)GJ-04-AP-0363 ને પણ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
જેમાં કુલ મુદામાલ અંદાજીત 3.5 કરોડ(ખનીજ કિંમત સાથે ) સિઝ /જપ્ત કરેલછે.
વાહન માલિકે/જવાબદાર ઇષમોએ કમિશનરશ્રી , ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ના તા.૦૩/૦૧/૨૦૨૬ ના પરિપત્ર ની જોગવાઈ મુજબ તમામ વાહનને વંથલી પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ છે.આગળ ની તપાસ હાલ ચાલુ માં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ