તમિલનાડુના નેતા અન્નામલાઈએ, ભાજપની પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું; રાષ્ટ્રીય અધ્યક્ષે રાજીનામું સ્વીકાર્યું
નવી દિલ્હી, 5 જૂન (હિ.સ): તમિલનાડુના નેતા અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કે. અન્નામલાઈએ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે સંપૂર્ણપણે સંબંધો તોડી નાખ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. પાર્ટીના મહાસચિવ અરુણ
કે. અન્નામલાઈ


નવી દિલ્હી, 5 જૂન (હિ.સ): તમિલનાડુના નેતા અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કે. અન્નામલાઈએ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે સંપૂર્ણપણે સંબંધો તોડી નાખ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે આજે જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં આ જાહેરાત કરી છે.

પ્રેસ રિલીઝ અનુસાર, પ્રમુખ નીતિન નવીને, પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે. અન્નામલાઈ આજે બપોરે એક મોટી જાહેરાત કરે તેવી અપેક્ષા છે. તેમણે ગઈકાલે એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે તેઓ શુક્રવારે બપોરે 12 વાગ્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરશે. એવું માનવામાં આવે છે કે, અન્નામલાઈ કોઈ અલગ રસ્તો પસંદ કરી શકે છે અને પોતાની પાર્ટીની જાહેરાત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નાખુશ હતા. એઆઈએડીએમકે સાથે સીટ-શેરિંગ વ્યવસ્થાથી અસ્વસ્થ, રાજ્ય ભાજપ પ્રમુખ અન્નામલાઈ સોમવારે દિલ્હી પહોંચ્યા. મંગળવારે, તેમણે પ્રમુખ નીતિન નવીન અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. તેમણે નવીનને પાંચ પાનાનો રાજીનામું પત્ર સુપરત કર્યો. બુધવારે, તેમણે વાતચીતની રાહ જોઈ. તેમને પક્ષ તરફથી કોઈ સકારાત્મક સંકેત મળ્યા ન હતા.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande