મણિપુરમાં 47 કરોડની ચાર લાખ યાબા ગોળીઓ જપ્ત, એકની ધરપકડ
ઇમ્ફાલ, નવી દિલ્હી, 05 જૂન, (હિ.સ.). મણિપુરના જિરીબામ જિલ્લામાં માદક પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવેલા એક મોટા સંયુક્ત અભિયાનમાં સુરક્ષા દળોએ લગભગ 47 કરોડ રૂપિયાની કિંમતની ચાર લાખ યાબા ગોળીઓ જપ્ત કરી છે. આ મામલે બિહારના રહેવાસી એક ટ્રક ચાલકની ધરપકડ ક
47 કરોડ રૂપિયાની કિંમતની ચાર લાખ યાબા ગોળીઓ સાથે એકની ધરપકડ


ઇમ્ફાલ, નવી દિલ્હી, 05 જૂન, (હિ.સ.). મણિપુરના જિરીબામ જિલ્લામાં માદક પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવેલા એક મોટા સંયુક્ત અભિયાનમાં સુરક્ષા દળોએ લગભગ 47 કરોડ રૂપિયાની કિંમતની ચાર લાખ યાબા ગોળીઓ જપ્ત કરી છે. આ મામલે બિહારના રહેવાસી એક ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

શુક્રવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, વિશેષ ગુપ્ત માહિતીના આધારે ગુરુવારે બપોરે જિરીબામ જિલ્લાના લેંગાંગપોકપી વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આસામ રાઇફલ્સ, મણિપુર પોલીસ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) તથા ઇન્ડિયા રિઝર્વ બટાલિયન (આઇઆરબી)ના જવાનો સામેલ હતા.

સંયુક્ત દળે એક ટાટા માલવાહક ટ્રકને રોકીને તેની તલાશી લીધી. તપાસ દરમિયાન વાહનમાં છુપાવેલી ચાર લાખ યાબા ગોળીઓ જપ્ત કરવામાં આવી, જેને તસ્કરીના હેતુથી લઈ જવામાં આવી રહી હતી. ઘટનાસ્થળેથી ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી, જે બિહારનો રહેવાસી હોવાનું જણાવાયું છે.

જપ્ત કરાયેલા માદક પદાર્થો અને વાહનને કાનૂની કાર્યવાહી તથા વિસ્તૃત તપાસ માટે સંબંધિત અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા જથ્થાના સ્ત્રોત, સંભવિત ગંતવ્ય તથા તસ્કરી ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકોની ઓળખ માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ આ કાર્યવાહીને મણિપુરમાં ગેરકાયદેસર માદક પદાર્થોના કારોબાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનની મોટી સફળતા ગણાવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ જપ્તીથી રાજ્યમાં કાર્યરત માદક પદાર્થ તસ્કરી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

નોંધનીય છે કે, પૂર્વોત્તરમાં નશીલા પદાર્થોની તસ્કરી પર અંકુશ લગાવવા માટે આસામ રાઇફલ્સ, જિરીબામ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ રાજ્યના વિવિધ ભાગોમાં સતત અભિયાન ચલાવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande