વિશ્વ પર્યાવરણ દિવસે ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોરે કર્યું વૃક્ષારોપણ
મહેસાણા, 05 જૂન (હિ.સ.)વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી ભગાજી ટી. ઠાકોરે પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ભગાજી ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” સંકલ્પને સાકાર કરવા સૌ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે પર્યાવરણનું જતન અને હરિયાળી વધારવી આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદરૂપ નથી બનતા, પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ હવા અને સ્વસ્થ જીવનનું આધારસ્તંભ પણ છે.

તેમણે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા વૃક્ષોનું જતન કરવાની અપીલ કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ જેવા પ્રસંગો માત્ર ઉજવણી પૂરતા ન રહે, પરંતુ પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંકલ્પ બને તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વૃક્ષારોપણ દ્વારા હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ કરવા સૌને પ્રેરણા આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande