વડાપ્રધાનના 12 વર્ષ પૂર્ણ થતાં મહેસાણા જિલ્લામાં પ્રગતિ પથયાત્રા અને જન કલ્યાણ શિબિરો યોજાશે
મહેસાણા, 05 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે મહેસાણા જિલ્લામાં પ્રગતિ પથયાત્રા, જન કલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર એસ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે મહેસાણા જિલ્લામાં પ્રગતિ પથયાત્રા, જન કલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે બેઠકમાં જણાવ્યું હતું કે તા. 08 જૂનથી 14 જૂન દરમિયાન જિલ્લામાં ‘પ્રગતિ પથયાત્રા’ યોજાશે. આ યાત્રા દ્વારા સરકારના વિકાસલક્ષી કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ, પ્રવાસન સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને સહકારી પ્રવૃત્તિઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત સીટ દીઠ કુલ 42 જન કલ્યાણ શિબિરો યોજાશે. ઉપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વિશેષ જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે. જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન સંભવતઃ 12 જૂને પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમો પણ યોજાશે. બેઠકમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સહિતના લોકપ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


મહેસાણા, 05 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે મહેસાણા જિલ્લામાં પ્રગતિ પથયાત્રા, જન કલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટરે બેઠકમાં જણાવ્યું હતું કે તા. 08 જૂનથી 14 જૂન દરમિયાન જિલ્લામાં ‘પ્રગતિ પથયાત્રા’ યોજાશે. આ યાત્રા દ્વારા સરકારના વિકાસલક્ષી કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ, પ્રવાસન સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને સહકારી પ્રવૃત્તિઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે.

સરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત સીટ દીઠ કુલ 42 જન કલ્યાણ શિબિરો યોજાશે. ઉપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વિશેષ જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે.

જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન સંભવતઃ 12 જૂને પંડિત દિનદયાળ ટાઉનહોલ ખાતે કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમો પણ યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande