રામોસણ ગામે ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 05 જૂન (હિ.સ.)રાજ્ય સરકારના “ખેત બચાવો અભિયાન” તેમજ “સંકલિત અને સમતોલ ખાતર વ્યવસ્થાપન” અંતર્ગત રાજ્યવ્યાપી ખાસ જાગૃતિ અભિયાનના ભાગરૂપે મહેસાણા તાલુકાના રામોસણ ગામે ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતોને
રામોસણ ગામે ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 05 જૂન (હિ.સ.)રાજ્ય સરકારના “ખેત બચાવો અભિયાન” તેમજ “સંકલિત અને સમતોલ ખાતર વ્યવસ્થાપન” અંતર્ગત રાજ્યવ્યાપી ખાસ જાગૃતિ અભિયાનના ભાગરૂપે મહેસાણા તાલુકાના રામોસણ ગામે ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, રાસાયણિક ખાતરોનો સંતુલિત ઉપયોગ કરવા અને પાક ઉત્પાદન ખર્ચ ઘટાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વિભાગના અધિકારીઓ અને નિષ્ણાતોએ ખેડૂતોને જમીન પરીક્ષણના મહત્વ વિશે માહિતી આપી હતી તેમજ જમીનની જરૂરિયાત મુજબ ખાતરોનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

તાલીમ દરમિયાન સંકલિત પોષણ વ્યવસ્થાપન, સજીવ ખાતરોના ઉપયોગ, માઇક્રો ન્યુટ્રિયન્ટ્સનું મહત્વ અને પાકને અનુકૂળ ખાતર વ્યવસ્થાપન અંગે સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત અતિશય રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ગુણવત્તા પર થતી અસર અને તેને બચાવવા માટે અપનાવવાના ઉપાયો વિશે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ખેડૂતોએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબ નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે જાગૃતિ લાવી જમીન, પાણી અને પર્યાવરણના સંરક્ષણ સાથે વધુ ઉત્પાદન મેળવવાનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande