મેયર સોનલબેન ઓઝાની પહેલથી જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટોનું વિતરણ
મહેસાણા, 05 જૂન (હિ.સ.)મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી સોનલબેન વિષ્ણુભાઈ ઓઝાની અનોખી અને સમાજલક્ષી પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે. મેયરશ્રીએ શુભેચ્છા સ્વરૂપે શાલ, બુકે અને અન્ય ભેટ-સોગાદોના બદલે કરિયાણા તથા અનાજની કીટો અર્પણ કરવાની અપીલ
મેયર સોનલબેન ઓઝાની પહેલથી જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટોનું વિતરણ


મહેસાણા, 05 જૂન (હિ.સ.)મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી સોનલબેન વિષ્ણુભાઈ ઓઝાની અનોખી અને સમાજલક્ષી પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે. મેયરશ્રીએ શુભેચ્છા સ્વરૂપે શાલ, બુકે અને અન્ય ભેટ-સોગાદોના બદલે કરિયાણા તથા અનાજની કીટો અર્પણ કરવાની અપીલ કરી હતી, જેને અનેક મહાનુભાવોએ સ્વીકારી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ અપીલના પરિણામે પ્રાપ્ત થયેલી કરિયાણા અને અનાજની કીટો આજે જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવી હતી. આ સહાયથી અનેક પરિવારોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ મળી રહેતાં તેમને રાહત મળી છે. ઉપરાંત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ઓફિસ પ્યુનને પણ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સામાજિક જવાબદારી, સહભાગિતા અને સંવેદનશીલતાનો અનોખો સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો. મેયર સોનલબેન ઓઝાએ સહયોગ આપનાર તમામ દાતાઓ અને મહાનુભાવોના આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે સમાજના સક્ષમ લોકોના સહયોગથી જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવી એ સાચી સેવા છે.

આ પહેલ દ્વારા શુભેચ્છાને સેવાના કાર્ય સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande