વિશ્વ પર્યાવરણ દિવસે મહેસાણામાં 5500 વૃક્ષોના મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ
મહેસાણા, 05 જૂન (હિ.સ.)વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવો, અધિકારીઓ, કર્મચ
વિશ્વ પર્યાવરણ દિવસે મહેસાણામાં 5500 વૃક્ષોના મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ


મહેસાણા, 05 જૂન (હિ.સ.)વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા હતા. ONGC CER બરોડાના સહયોગથી સદ્ભાવ ફાઉન્ડેશન, મહેસાણા દ્વારા આશરે 5500 વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મિયાવાકી પદ્ધતિથી તૈયાર થતું ગીચ જંગલ ઓછા સમયમાં વિકસે છે અને પર્યાવરણના સંતુલન માટે અસરકારક સાબિત થાય છે.

કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવા, હવામાન પરિવર્તનની અસર ઘટાડવા અને સ્વચ્છ હવા ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે જ શહેરને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે નાગરિકોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું પણ જણાવાયું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વધુમાં વધુ વૃક્ષારોપણ અને વાવેલા વૃક્ષોના જતન માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. શહેરમાં હરિયાળી વધારવાના પ્રયાસોને આ અભિયાનથી નવી દિશા મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande