
મોરબી, 05 જૂન (હિ.સ.) : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે મોરબી મહાનગર પાલીકાના નવનિયુક્ત મેયર ઉતમ સુરાણી, ડે.મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયંતિ પડસુંબિયા સહીતના મોરબી મહાનગર પાલીકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા પૂ.જલારામ બાપાની આરતી ઉતારી પૂ.જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી પૂ.જલારામ બાપાની આરાધના કરી હતી, તે ઉપરાંત મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.
મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત મેયર, ડે.મેયર તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
આ તકે મોરબી મહાનગરપાલીકા વોર્ડ નં-7 ના કોર્પોરેટર ભાવીન ઘેલાણી, જયેશ દેસાઈ (દંડક-મોરબી મનપા), મમતા ઠાકર, જલ્પા સોનગ્રા ઉપરાંત ગીરીશ ઘેલાણી, હરીશ રાજા, પ્રતાપ ચગ, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબી મહાનગરપાલીકાના નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન કરી શુભકામનાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ