
પોરબંદર, 05 જૂન (હિ.સ.) : આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવા માટે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે સરાહનીય પહેલ શરૂ કરી છે. અંગ્રેજી માધ્યમમાં ધોરણ 9, 10, 11 અને 12માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ટ્યુશન ફીનો ખર્ચ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કિશન રાઠોડે જણાવ્યું હતું કે કોઈપણ બાળક માત્ર આર્થિક મુશ્કેલીઓના કારણે શિક્ષણથી વંચિત ન રહે તે જરૂરી છે. દરેક વિદ્યાર્થીને સમાન તક મળે અને તેઓ પોતાના સપનાઓ સાકાર કરી શકે તે માટે આ પહેલ શરૂ કરવામાં આવી _ છે. તેમણે જણાવ્યું હતું કે એક બાળક - ભણે તો આખો પરિવાર આગળ વધે છે અને શિક્ષણ જ સમાજના વિકાસનો સૌથી મજબૂત આધાર છે.ઘણા માતા-પિતા પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરાવે છે, પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ કોચિંગ ક્લાસીસની ફી ભરી શકતા નથી. પરિણામે અનેક હોશિયાર વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શનથી વંચિત રહી જાય છે.આવી સ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારો, સિંગલ પેરેન્ટ્સના બાળકો તેમજ ખરેખર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ટ્યુશન માટે મદદ કરવામાં આવશે. કિશન રાઠોડે જણાવ્યું હતું કે ધોરણ 9થી જ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મજબૂત પાયો તૈયાર થતો હોય છે. બોર્ડની પરીક્ષાઓમાં સારા પરિણામ માટે યોગ્ય માર્ગદર્શન અને કોચિંગ જરૂરી બને છે. હાલ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની તૈયારીમાં હોવાથી જે વિદ્યાર્થીઓને ટ્યુશનની જરૂર હોય અને તેમની ફી ભરવાની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.વધુ માહિતી માટેઃ 97260 69009 કિશન રાઠોડનો સંપર્ક કરવા જણાવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya