આસામમાં આજે બાર ધારાસભ્યો કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે
ગૌહાટી, નવી દિલ્હી, 5 જૂન, (હિ.સ.). આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાના મંત્રીમંડળમાં, આજે 12 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ થશે. શુક્રવારે 12 ધારાસભ્યો કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે. આ ધારાસભ્યોમાં અશ્વિની રોય સરકાર, અશોક સિંઘલ, બિમલ બોરા, બિસ્
ડૉ. હિમંતા બિસ્વા સરમાના મંત્રીમંડળમાં, આજે 12 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ


ગૌહાટી, નવી દિલ્હી, 5 જૂન, (હિ.સ.). આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાના મંત્રીમંડળમાં, આજે 12 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ થશે. શુક્રવારે 12 ધારાસભ્યો કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે.

આ ધારાસભ્યોમાં અશ્વિની રોય સરકાર, અશોક સિંઘલ, બિમલ બોરા, બિસ્વજીત દૈમારી, જયંત મલ્લબરુઆ, કૌશિક રોય, કેશવ મહંતા, કૃષ્ણેન્દુ પાલ, નીલીમા દેવી, પીયૂષ હજારિકા, ડૉ. રનોજ પેગુ અને સુશાંત બરગોહૈનનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહેશે. શપથ ગ્રહણ સમારોહ ગૌહાટીના જ્યોતિ-વિષ્ણુ આંતરરાષ્ટ્રીય કલા મંદિરમાં યોજાશે. સમારોહની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande