પોરબંદરમાં કલેક્ટર કચેરી ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કમિટીની બેઠક યોજાઈ
પોરબંદર, 05 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. (PC & PNDT) કમિટીની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. અધિનિયમ અંતર્ગત કરવામાં
પોરબંદરમાં કલેક્ટર કચેરી ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કમિટીની બેઠક યોજાઈ


પોરબંદરમાં કલેક્ટર કચેરી ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કમિટીની બેઠક યોજાઈ


પોરબંદર, 05 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. (PC & PNDT) કમિટીની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. અધિનિયમ અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી તથા સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં જિલ્લામાં વર્તમાન સેક્સ રેશિયોની સ્થિતિ, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. અધિનિયમ અંતર્ગત રજિસ્ટ્રેશનના રિન્યૂઅલ માટે પ્રાપ્ત થયેલી અરજીઓ, ક્લિનિક વેરિફિકેશનની કામગીરી સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત કામગીરી વધુ અસરકારક, પારદર્શક અને ગુણવત્તાયુક્ત બને તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી ડી. બી. મહેતા, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કમિટીના સભ્યો, ચેરપર્સનઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande