પોરબંદરના બરડા પંથકમાં પી.જી.વી.સી.એલ દ્વારા વિજચેકીંગ
પોરબંદર, 05 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના બગવદર પીજીવીસીએલ કચેરી હેઠળ બરડા પંથકમાં વીજચોરી અટકાવવા માટે મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ અને વિજિલન્સ વિભાગની ટીમોએ વહેલી સવારથી જ વિવિધ ગામોમાં દરોડા પાડી વીજ કનેક્શનોની તપાસ કરી હ
પોરબંદરના બરડા પંથકમાં પી.જી.વી.સી.એલ દ્વારા વિજચેકીંગ


પોરબંદર, 05 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના બગવદર પીજીવીસીએલ કચેરી હેઠળ બરડા પંથકમાં વીજચોરી અટકાવવા માટે મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ અને વિજિલન્સ વિભાગની ટીમોએ વહેલી સવારથી જ વિવિધ ગામોમાં દરોડા પાડી વીજ કનેક્શનોની તપાસ કરી હતી.

આ ચેકિંગ દરમિયાન સોઢાણા, અડવાણા, દેગામ, ખિસ્ત્રી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા જ્યોતિગ્રામ તથા ખેતીવાડી ફીડરો હેઠળના વીજ કનેક્શનોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી માટે કુલ 18 અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.દરોડા દરમિયાન કુલ 383 વીજ કનેક્શનોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 39 સ્થળોએ વિવિધ પ્રકારની ગેરરીતિઓ અને વીજચોરીના કેસ ઝડપાયા હતા. તપાસમાં ઝડપાયેલી ગેરરીતિઓના આધારે અંદાજે રૂ. 15.15 લાખની વીજચોરી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

પીજીવીસીએલની આ કાર્યવાહી બાદ બરડા પંથકમાં વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ આવી ચકાસણી સતત ચાલુ રહેશે તેવી માહિતી મળતા ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande