વડાપ્રધાન મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી, કહ્યું-પ્રકૃતિ સંરક્ષણ ભારતીય સંસ્કૃતિનો મૂળ સિદ્ધાંત
નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સમર્પિત તમામ લોકોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આ દિવસ પર્યાવરણની રક્ષા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શેર કરેલી પોસ્ટ


નવી દિલ્હી, 05 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સમર્પિત તમામ લોકોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આ દિવસ પર્યાવરણની રક્ષા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાની તક છે.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા આજે જારી કરાયેલી અખબારી યાદી અનુસાર તેમણે કહ્યું કે, છેલ્લા એક દાયકામાં સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી દેશમાં હરિત ક્ષેત્રનો વિસ્તાર થયો છે અને ઘણી વન્યજીવ પ્રજાતિઓની વસ્તીમાં વૃદ્ધિ નોંધાઈ છે. તેમણે કહ્યું કે, ભારતના લોકોએ સામૂહિક પ્રયાસો, અસરકારક નીતિઓ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા દ્વારા પર્યાવરણ સંરક્ષણની દિશામાં નોંધપાત્ર કાર્ય કરી બતાવ્યું છે.

તેમણે કહ્યું કે, ભારતને તેની સમૃદ્ધ જૈવિક વિવિધતા પર ગર્વ છે. દેશના વિવિધ ઇકોસિસ્ટમ અસંખ્ય પ્રજાતિઓ અને કરોડો લોકોની આજીવિકાનો આધાર છે. વડાપ્રધાને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, હિમ દીપડા, સ્લોથ રીંછ અને ચિત્તાના સંરક્ષણ માટે કરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સતત પ્રતિબદ્ધતાથી વન્યજીવો અને ઇકોસિસ્ટમનું સફળ પુનરુત્થાન શક્ય છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘એક વૃક્ષ માના નામે’ જેવી પહેલે દર વર્ષે લગભગ 1.19 લાખ હેક્ટર વન ક્ષેત્ર વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ના સિદ્ધાંતથી પ્રેરિત થઈને ભારત મિશન લાઇફની ભાવનાને અનુરૂપ સ્વચ્છ, હરિત અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે નિરંતર કાર્ય કરતું રહેશે.

તેમણે પર્યાવરણ સંરક્ષણને ભારતીય સંસ્કૃતિ સાથે જોડતા સુભાષિતમ્

मधु वाता ऋतायते मधु क्षरन्ति सिंधवः। माधवीर्नः सन्त्वोषधीः॥

શેર કર્યું. વડાપ્રધાને કહ્યું કે, પ્રકૃતિનું સંરક્ષણ ફક્ત જવાબદારી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો મૂળ સિદ્ધાંત છે. આ સુભાષિતમ્નો અર્થ છે- આપણી આસપાસ વહેતી હવા સુખદ અને કલ્યાણકારી હો. નદીઓ જીવનદાયી જળ પ્રદાન કરે. ઔષધિઓ અને વનસ્પતિઓ તમામ જીવોના સ્વાસ્થ્ય અને કલ્યાણનો આધાર બને. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સંદેશ પ્રકૃતિ સાથે સંતુલિત અને સુમેળભર્યું જીવન જીવવાની ભારતીય પરંપરાને દર્શાવે છે.

હિન્દુસ્થાન સમાચાર/માધવી ત્રિપાઠી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande