બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી
પોરબંદર, 05 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચાલી રહેલી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન રાણાવાવ પોલીસને મહત્વની સફળતા મળી છે. બરડા ડુંગર વિસ્તારના જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં દરોડા પાડી દેશી દારૂ બનાવવાની બે અલગ-અલગ ભઠ્ઠીઓ શોધી કાઢવામાં આવી છે. આ
બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી.


બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી.


પોરબંદર, 05 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચાલી રહેલી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન રાણાવાવ પોલીસને મહત્વની સફળતા મળી છે. બરડા ડુંગર વિસ્તારના જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં દરોડા પાડી દેશી દારૂ બનાવવાની બે અલગ-અલગ ભઠ્ઠીઓ શોધી કાઢવામાં આવી છે. આ બંને સ્થળેથી મોટી માત્રામાં દેશી દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો કબજે કરવામાં આવ્યા છે. મળેલી બાતમીના આધારે પોલીસ સબ ઈન્સપેક્ટર આર.વી. મોરી અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બરડા ડુંગર વિસ્તારમાં પહોંચ્યો હતો.

ખોડીયારનેશથી ઉત્તર તરફ ડુંગરની ટેકરી પર દરોડો પાડતા ધ્રામણીનેશના બળા લખમણભાઈ કોડિયાતરની દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.ત્યારબાદ ખોડીયારનેશ નજીક અન્ય સ્થળે દરોડો પાડતા નારણ બાલાભાઈ કોડિયાતરની ભઠ્ઠી પણ ઝડપાઈ હતી.બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે પ્રથમ ભઠ્ઠીમાંથી અંદાજે 800 લિટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 25,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે બીજી ભઠ્ઠીમાંથી 800 લિટર આથો સહિત રૂ. 22,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે કુલ રૂ. 47650 નો મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ પ્રોહિબિશન ગુના નોંધવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. વાળા, પીએસઆઈ આર.વી. મોરી તથા રાણાવાવ પોલીસ સ્ટાફની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande