વિશ્વ પર્યાવરણ દિવસે રાધનપુર પોલીસ દ્વારા વૃક્ષારોપણ
પાટણ, 05 જૂન (હિ.સ.) : રાધનપુર પોલીસે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોલીસ સ્ટેશન પરિસર અને પોલીસ લાઈન વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન 50થી વધુ વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા. PSI આર.બી. વાઘીયા, PSI એચ.વી. ચૌધરી સહિત સમગ્ર પોલ
વિશ્વ પર્યાવરણ દિવસે રાધનપુર પોલીસનું વૃક્ષારોપણ


પાટણ, 05 જૂન (હિ.સ.) : રાધનપુર પોલીસે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોલીસ સ્ટેશન પરિસર અને પોલીસ લાઈન વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન 50થી વધુ વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા. PSI આર.બી. વાઘીયા, PSI એચ.વી. ચૌધરી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ કાર્યક્રમમાં જોડાયો હતો.

'વૃક્ષ બચાવો, જીવન બચાવો'ના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં લીમડો, પીપળો, વડ, આંબો તેમજ વિવિધ ફૂલછોડના રોપા વાવવામાં આવ્યા હતા. પર્યાવરણ સંરક્ષણ માટે પોલીસ દ્વારા કરાયેલ આ પહેલને સ્થાનિક લોકોએ આવકારી હતી.

PSI આર.બી. વાઘીયાએ જણાવ્યું કે પોલીસની ફરજ માત્ર ગુના અટકાવવાની નથી, પરંતુ સમાજ અને પર્યાવરણ પ્રત્યે પણ જવાબદારી છે. 'એક પોલીસ, એક વૃક્ષ' અભિયાન હેઠળ દરેક પોલીસકર્મી એક રોપાનું જતન કરશે તેવી જવાબદારી પણ લેવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande