પોરબંદરમાં કપડાંની દુકાન માંથી દોઢ લાખ રૂપિયાની ચોરી.
પોરબંદર, 05 જૂન (હિ.સ.)પોરબંદર શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ગાયવાડી-2 વિસ્તારમાં આવેલી ન્યુ ઓમકાર ડ્રેસ નામની કપડાની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાંથી રૂ. 1.50 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારી વર્ગમાં ચકચ
પોરબંદરમાં કપડાંની દુકાન માંથી દોઢ લાખ રૂપિયાની ચોરી.


પોરબંદર, 05 જૂન (હિ.સ.)પોરબંદર શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ગાયવાડી-2 વિસ્તારમાં આવેલી ન્યુ ઓમકાર ડ્રેસ નામની કપડાની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાંથી રૂ. 1.50 લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારી વર્ગમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ દુકાનના માલિક જીતેન્દ્ર ઈદલદાસ મુલચંદાણી (ઉ.વ.48), રહે. ખોડીયાર સોસાયટી, ખડા વિસ્તાર, છાયા, પોતાની દુકાન બંધ કરી ઘરે ગયા બાદ રાત્રિના સમયે કોઈ અજાણ્યો શખ્સ દુકાન સુધી પહોંચ્યો હતો. તસ્કરે દુકાનના શટરનું તાળું તોડી અંદર ઘૂસી જઈ ચોરીને અંજામ આપ્યો હતો.દુકાનની અંદર રહેલા ટેબલના ખાનામાં મુકેલી આશરે રૂ.1,50,000ની રોકડ રકમ પર તસ્કરે હાથફેરો કરી પળવારમાં ફરાર થઈ ગયો હતો. સવારે દુકાન ખોલવા પહોંચેલા માલિકને શટરનું તાળું તૂટેલું જોવા મળતાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળનું નિરીક્ષણ કરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી તસ્કરની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.શહેરના મધ્ય વિસ્તારમાં બનેલી આ ચોરીની ઘટનાએ વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. મુખ્ય બજાર વિસ્તાર નજીક જ તસ્કરો બિન્દાસ રીતે ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

ર્કિતિમંદિર પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.હાલ ચોરીની રકમ અને આરોપીની હિલચાલ અંગે વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande