
- વૃક્ષારોપણ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અંગેનો સૌને સંદેશ અપાયો.
રાજપીપલા, 05 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી વધારવાના હેતુથી વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત નાંદોદ તાલુકાના વડીયા ગ્રામ પંચાયત ખાતે, સાગબારા તાલુકાના સાગબારા ગ્રામ પંચાયતના કનખાડી ગામે તેમજ તિલકવાડા તાલુકાના તિલકવાડા ગ્રામ પંચાયત હેઠળના તિલકવાડા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પ્રમુખઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, ગ્રામ પંચાયતના સરપંચઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ, ગ્રામજનો તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અંગે સૌને સંદેશ આપવામાં આવ્યો હતો.
ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો અને હરિયાળા નર્મદાના નિર્માણ માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ