વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું
પોરબંદર, 05 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદરમાં હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના સંદેશ સાથે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું.


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું.


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું.


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું.


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું.


પોરબંદર, 05 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદરમાં હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના સંદેશ સાથે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મંત્રી તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારી પોલિટેકનિક કોલેજના પટાંગણમાં જિલ્લા ભાજપ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વન વિભાગ અને પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પોરબંદર બાયપાસ નજીક આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ મંત્રીએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. અને હરિયાળું પોરબંદર બનાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ અપાયો હતો

આ વૃક્ષારોપણ કાર્યક્રમોમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહિલ સહિતના કોર્પોરેટરઓ, અધિકારીઓ, સંગઠનના હોદેદારો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે વધતું પ્રદૂષણ, બદલાતું આબોહવા ચક્ર અને ઘટતો હરિયાળો વિસ્તાર આજના સમયમાં ચિંતાનો વિષય બન્યા છે. આવી પરિસ્થિતિમાં વૃક્ષારોપણ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નહીં પરંતુ સમયની અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. વૃક્ષો પ્રાણવાયુ પૂરો પાડવા, પર્યાવરણીય સંતુલન જાળવવા, તાપમાન નિયંત્રિત રાખવા અને જીવસૃષ્ટિના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા પોરબંદરના નિર્માણ માટે જનજાગૃતિનો અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande